વાર્તા:- માનસપટ પર છવાયેલું ચિત્રરચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઆજે વર્ષો વિત્યા છતાં હિરનાં માનસપટ પરથી એ ચિત્ર દૂર થતું ન હતું. જ્યારે જ્યારે પણ એ એકાંતમાં બેઠી હોય ત્યારે અચૂક એક વાર તો એ આખુંય દ્રશ્ય એની આંખ સામેથી પસાર થઈ જાય છે અને એ આખીય ધ્રુજી ઉઠે છે. આપણી સાથે પણ આવું બનતું જ હોય છે. કોઈક ઘટના કાયમ માટે યાદ રહી જાય છે.એ સ્કૂલમાં હતી ત્યારની વાત છે. એનાં જ ક્લાસમાં ભણતી એક છોકરી, નામ સંજુ, એક ગરીબ પરિવારમાંથી આવતી હતી. સરકારી શાળા હોવાથી ફી ભરવાની ન હતી. આથી સંજુ ભણવા માટે આવતી હતી. ભણવામાં પણ હોંશિયાર. હિરને