કૌશિકભાઈ પોતાની જૂની ફાઈલો જોઈ રહ્યા હતા. તે ફાઈલો જોતા જોતા તેમના હાથમા એક ફોટા વાળું પેપર કટિંગ આવ્યું. જેમાં રસ્તાની વચ્ચોવચ ઉભેલા તેમના પરિવારનો ફોટો હતો .તે ફોટો હાથમાં લઈને જોતા તેમના માનસપટમાં જાણે એક ફિલ્મ ની જેમ તે સમયે બનેલી ઘટનાઓ પસાર થઈ ગઈ.26 જાન્યુઆરી 2001 ના સવારના 8:30 ની આસપાસ બનેલી ઘટના તેમની નજર સમક્ષ તરવરી ગઈ. તે દિવસે 26 જાન્યુઆરી હોવાથી આખો પરિવાર ઘરમાં જહતો. તે ઉપરાંત તેમના ઘરે અમેરિકાથી તેમની પિતરાઈ બહેન ભારતીબેન અને તેમની દીકરી નિર્વા આવેલા હતા. તેમનો પુત્ર સમીર અને તેની પુત્રવધુ મનીષા તેમજ તેમના બાળકો બિરવા અને બીટ્ટુ પણ ઘરમાં હતા.