મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 3

  • 3.6k
  • 2.2k

પ્રકરણ ૩પરમ ફટાફટ પરવારી હોસ્પિટલ પહોંચ્યો. હજી ડૉકટર આવ્યાં નહોતાં. વસંતભાઈ ચૂપચાપ ત્યાં બાંકડા નજીક પડતી બારીએ ઉભા ઉભા બહારનો ટ્રાફિક જોઈ રહ્યાં હતાં. પરમને જોઈને એની તરફ ફર્યા, " બેટા, વ્યવસ્થિત ચા- નાસ્તો તો કર્યાને? બહુ જલ્દી આવી ગયા એટલે પૂછું છું." પરમે નાનકડું સ્મિત આપતાં જવાબ આપ્યો, " હા પપ્પા, આપણે જ દોડવાનું છે શક્તિ તો રાખવી જ પડશે એટલે એ પૂરતું તો ખાવું જ રહ્યું." "હજી કવિતાને જોવા મારાથી નથી જવાયું, હિંમત જ નથી થતી." "અરે, કંઈ નહીં પપ્પા એ પૂરી ભાનમાં પણ ક્યાં છે?" કહેતાં પરમની આંખે આંસુ આવી ગયાં પણ ચપ્પલ કાઢવાને બહાને સ્ટેન્ડ પાસે