લક્ષ્મીજીને વાળવા સન્માર્ગે એ જવાબદારી આપણી

  • 2.4k
  • 1
  • 772

દાન કરવું એટલે શું કે ખેતરમાં વાવી આવવું એટલે એનું ફળ મળશે. દાન એટલે બીજા કોઈ પણ જીવને, મનુષ્ય હોય કે બીજા પ્રાણી હોય તેમને સુખ આપવું. એનું નામ દાન. અને બધાને સુખ આપ્યું, એટલે એનું ‘રિએક્શન’ આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ તમારે ધેર બેઠા આવે !તમે દાન આપતા હોય તો તમને અંદર સુખ થાય. પોતાના ઘરના રૂપિયા આપો છતાં સુખ થાય. કારણ કે, સારું કામ કર્યું. સારું કામ કરે એટલે સુખ થાય અને ખરાબ કામ કરે તે ઘડીએ દુઃખ થાય. એના ઉપરથી આપણને ઓળખાય કે કયું સારું ને કયું ખોટું ?દાન એટલે શું ?