લગ્ન.com - ભાગ 10 - છેલ્લો ભાગ

  • 2.9k
  • 1.2k

ૐ સરસ્વતી નમો નમઃલગ્ન . com વાર્તા ૧૦ મુંબઈ ઘાટકોપરમાં આવેલા નાના-નાની પાર્ક મા નવીનભાઈ એક બેન્ચ ઉપર કોઈની રાહ જોઈ બેઠા હતા . ઘડિયાળ તરફ જોયું પાંચ વાગીને દસ મિનિટ થઈ હતી ચહેરો થોડો ચિંતા માં હતો." કેમ છો નવીનભાઈ ? સોરી આવવામાં થોડું મોડું થઈ ગયું. " લગ્ન ડોટ કોમ વાળા જીગ્નેશભાઈએ આવીને હાથ મળાવ્યો ." સોરી કહેવાની કોઈ જરૂર નથી આમ પણ સાવ નવરા જ બેઠા છીએ " નવીનભાઈ ઉભા થઈ હાથ મળાવ્યો ." અરે તમે બેસો શાંતિ થી તમારી ઓળખાણ કરાઉ આ છે ગીતાબેન જેમના વિશે મેં તમને વાત કરી હતી ગીતાબેન આ નવીનભાઈ છે .