બસ તું કહીશ એ કરીશ (ભાગ-૧૩) અંતિમ ભાગ

  • 3.8k
  • 1.5k

"બસ તું કહીશ એ કરીશ"(ભાગ-૧૩ અંતિમ) (ભાગ-૧૩-અંતિમ ભાગ) પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે.રાખી, અમીત અને એમની પુત્રી અસિતા ભાવિકને જોવા પ્રભાના ઘરે આવ્યા હોય છે.ભાવિકની રાહ જોતા હોય છે... હવે આગળ... બસ એજ વખતે ઘરના દરવાજેથી ડોર બેલ વાગી. પ્રભાવ ઉભો થયો અને દરવાજો ખોલ્યો. જોયું તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. કોઈ સુંદર મોર્ડન આધેડ મહિલા હતી.જેણે જીન્સ પેન્ટ અને ટોપ પહેરેલું હતું. પ્રભાવ એ મહિલાને જોતો રહ્યો. એ આધેડ મહિલા હસી. બોલી:-"ઓ રાજા, આમ ટગર ટગર શું જુવે છે?" આમ બોલીને પ્રભાવના ખભે ધબ્બો માર્યો. ફરીથી એ હસી. બોલી:-" અરે