ગ્રામ સ્વરાજ - 25

  • 1.4k
  • 612

૨૫ ખોરાક હવાપાણી વિના મનુષ્ય જીવી જ નથી શકતો એ ખરું, પણ મનુષ્યનો નિર્વાહ તો ખોરાકથી જ થઇ શકે. અન્ન એનો પ્રાણ છે. ખોરાક ત્રણ જાતનો કહેવાય : માંસાહાર, શાકાહાર, ને મિશ્રાહાર અસંખ્ય માણસા મિશ્રાહારી છે. માંસમાં માછલાં અને પક્ષીઓનો સમાવેશ થાય છે. દૂધને કોઇ પણ રીતે આપણે શાકાહરમાં નથી ગણી શકતા. તેમ લૌકિક ભાષામાં એ કદી માંસાહારમાં નથી ગણાતું, સ્વરૂપે તો એ માંસનું જ એક રૂપ છે. જે ગુણ માંસમાં છે તે ઘણે ભાગે દૂધમાં છે. દાકતરી ભાષામાં એની ગણતરી પ્રાણિજ ખોરાક-ઍંનિમલ ફ્રૂડ-માં કરવામાં આવા છે. ઇંડાં સામાન્ય રીતેમાંસમાં ગણાય છે. હકીકતમાં એ માંસ નથી. અને હાલ તો ઇંડાં