૨૧ ગામડાનો વાહનવહેવાર ગાડાના પક્ષમાં વડોદરાવાળા શ્રી ઇશ્વરભાઇ અમીને મને પશુબળ વિ૦ યંત્રબળ વિશે લાંબી નોંધ મોકલી છે. એમાંથી પ્રસ્તુત ભાગ હું નીચે આપું છું : “ખેતરોમાં કે ટૂંકા અંતરના કામમાં બળદો યાંત્રિક બળ કરતાં મોંઘા નથી પડતા. અને તેથી ઘણીખરી બાબતોમાં તે યંત્રો સાથે હરીફાઇ કરી શકે છે. અત્યારે તો લોકોનો ઝોક યાંત્રિક બળ તરફ વળતો જાય છે અને પશુબળની અવગણના થતી જાય છે.” “આપણે એક બળદગાડાનો દાખલો લઇએ. તેમાં ગાડાના સો રૂપિયા અને બળદની જોડના બસો રૂપિયા ખરચ આવે છે. આ બળદો બંગાળી સો મણ ભાર ભરેલું ગાડું, ગામડાના ખાડાખૈયા ને દડવાળા રસ્તા ઉપર રોજના પંદર માઇલ ખેંચી