ગ્રામ સ્વરાજ - 18

  • 1.6k
  • 732

૧૮ ખેતી અને પશુપાલન - ૫ ખોરાકની તંગીનો સવાલ અનાજની તંગી કુદરતી અગર માણસની ભૂલોને કારણે પડેલા દુકાળનો અને તેમાંથી પેદા થતા ભૂખમરાને કારણે કરોડોનો નહીં તો લાકોનાં મરણનો અનુભવ હિંદને પહેલાંયે થયેલો છે. હું માનું છું કે, કોઇ પણ સુવ્યવસ્થિત સમાજમાં પાણીના અને અનાજના દુકાળનો સફળતાથી ઇલાજ કરવાનો સમાજમાં પાણીના અને અનાજના દુકાળનો સફળતાથી ઇલાજ કરવાનો બંદોબસ્ત હમેશાં આગળથી કરી રાખવામાં આવેલો હોય. પણ સુવ્યવસ્થિત સમાજનું અને તેવો સમાજ આ બાબતમાં કેવી ઢબે કામ લે તેનું વર્ણન કરવાનો આ અવસર નથી. ઠીકઠીક સફળતાની આશા રાખી આજે કે નહીં એટલું જ આજે તો વિચારવાનું છે. મને લાગે છે આપણે એવો