ગ્રામ સ્વરાજ - 15

  • 1.3k
  • 636

૧૫ ખેતી અને પશુપાલન - ૨ જમીનનો સવાલ જમીનની માલિકી ખેડૂત ધરતીનું નૂર છે અને જમીન તેની છે અથવા હોવી જોઇએ - ઘેર બેસીને ખેતી કરાવનાર માલિક કે જમીનદારની નહીં.૧ જમીન અને બીજી બધી સંપત્તિ જે તેને માટે કામ કરે તેની છે. કમનસીબે મજૂરો આ સાદી અજ્ઞાત છે અથવા તેમને અજ્ઞાત રાખવામાં આવ્યા છે.૨ હું તો માનું છું કે જે જમીન તમે ખેડો છો તે તમારી માલિકીની હોવી જોઇએ. પણ ઘડીવારમાં એ ન બને. જમીનદારો પાસેથી તમે તે ખૂંચવી પણ ન શકો. અહિંસા અને તમારી પોતાની શક્તિ વિષેનું આત્મભાન એ જ એકમાત્ર રસ્તો છે.૩ ભલીભાંતે જીવવા રહેવા જોઇએ તે કરતાં