ઔષધિનો રાજા: લીમડો

  • 2.7k
  • 1.1k

ઔષધિનો રાજા: લીમડો ભારતનું ‘કલ્પવૃક્ષ’ એટલે લીમડો. લીમડો ફક્ત આરોગ્ય રક્ષા માટે જ નહિં પરંતુ પાકરક્ષક ખાતરો બનાવવા માટે તથા પર્યાવરણનાં ઉતમ રક્ષક તરીકે ખૂબજ ઉપયોગી છે. લીમડો ઠંડો, કડવો, હળવો, ગ્રાહી, તીખો, વ્રણશોધક અને મંદગ્નિકર્તા છે. હાલનાં વૈદ્યોના અનુભવમાં પણ આવ્યું છે કે લીમડો અનેક દરદોનો નાશ કરનારો છે. જેથી ચિકિત્સકો તરફથી તેની વિવિધ બનાવટોનો દવા તરીકે ઉપયોગ થાય છે. લીમડાની છાલમાં માર્ગોસિન નામે પ્રબળ જંતુનાશક તત્વ છે. પાનમાં વિટામિન-એ, પ્રોટીન, કેલ્શિયમ, બી માં કડવું દુર્ગધી તેલ હોય છે, જેમાં ઓલિક એસિડ તથા ગંધક હોય છે. લીમડો ખુબજ ગુણકારી છે પરંતુ ગુણકારી ચીજનું અતિ સેવન પણ ઠીક નથી હોતું