ફૂલ (જન્મ થી અંત સુધી)

  • 2.6k
  • 966

મરકતાં હોય તો લાગે પરીનાં ફૂલો છેઅરે ! શિશુઓ છે ? કે જિંદગીનાં ફૂલો છેએ ઓળખાય ભલે નભમાં કોઈ પણ નામેજે ટમટમે છે તરલ, ચાંદનીનાં ફૂલો છેહો ખુલ્લી કે પછી અધખુલ્લી કે બિડાયેલી,તમારી આંખો છે કે મયકશીનાં ફૂલો છે ?!ઇમાનદારી-પ્રામાણિકતા-માણસાઈ-વફાછબી બન્યાં છે હવે, ગઈ સદીનાં ફૂલો છે !કરી પસાર પૂરી રાત મહેકની સાથેગયું આ કોણ પરોઢે ? કે ભીનાં ફૂલો છે !ઝિલાતા હોય છે ત્યારે નથી જ જીરવાતાગઝલના શેર તો પયગમ્બરીનાં ફૂલો છે– શોભિત દેસાઈફૂલની સફર યાત્રા શું ખીલવાથી લયને કરમાવા સુધીજ સીમિત છે. ડાળ પર નો શણગાર બની રહેવું શું નસીબમાં નહિ હોય ? શું કામ કાળક્રમ પ્રમાણે કરમાવું