કલ્મષ - 20

(38)
  • 3.1k
  • 1.7k

મધરાત વીતવા આવી હતી છતાં વિવાનની વાત અધૂરી હતી. ઇરા અને વિવાન ,બંનેની આંખોમાં સરખી આતુરતા અંજાયેલી હતી. એકને અજંપામય અતીતને વહાવી દેવો હતો તો બીજાને એ ક્ષણની એક એક બીના જાણી લેવી હતી. સ્વિંગ ચેરમાં ઝૂલી રહેલી ઇરાએ શરારતી સ્મિત સાથે પૂછ્યું : એક કોફી બ્રેક થઇ જાય ? 'ઓહ શ્યોર' કહેતાં વિવાન ઉઠ્યો અને કોફી બનાવવા માટે કિચન તરફ ગયો. ઇરાએ ઉભા થઇ હળવી આળસ મરડી. એવું લાગતું હતું કે આ બધી જાણે ગઈકાલની જ વાત હતી.થોડીવારમાં જ વિવાન ટ્રેમાં કોફીના બે મગ સાથે આવતો દેખાયો. ઇરા જોઈ રહી હતી. એક સામાન્ય યુવક હતો ત્યારે અને જયારે એક