(1) આમુખ મંગળપ્રભાત, સત્યાગ્રહ આશ્રમનો ઈતિહાસ અને રચનાત્મક કાર્યક્રમ તેનું રહસ્ય અને સ્થાનનો આ સાર હું જોઈ ગયો છું. તેની ખૂબી એ છે કે એ સાર હોવા છતાં મને તેમાં કાંઈ અધૂરાપણું લાગ્યું નથી. પૂના જુલાઈ ૨૯, ૧૯૪૬ - મો.ક.ગાંધી અભ્યાસી પ્રત્યે મારાં લખામોના ઉદ્યમી અભ્યાસીને તેમ જ તેમાં રસ લેનાર બીજાઓને કહેવા ઈચ્છું છું કે, મને સર્વકાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાંમે ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ હું શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ઘ થયો હોઉં, પણ મારો આંતરીક વિકાસ થતો અટક્યો છે અથવા દેહ પડ્યા પછી મારો મારો વિકાસ અટકી