ગીતાબોઘ - 14

  • 1.4k
  • 2
  • 672

અધ્યાય ચૌદમો મૌનવાર શ્રી ભગવાન બોલ્યા : જે ઉત્તમ જ્ઞાન પામીને ઋષિમુનિઓ પરમ સિદ્ધિ પામ્યા છે તે હું તને વળી કહું છું. તે જ્ઞાન પામીને અને તે પ્રમાણે ધર્મ આચરીને લોકો જન્મમરણના ફેરામાંથી બચે છે. હે અર્જુન, જીવમાત્રનો હું માતાપિતા છું એમ જાણ. પ્રકૃતિજન્ય ત્રણ ગુણો - સત્ત્વ, રજસ્‌ અને તમસ્‌ - દેહીને બાંધનારા છે. આ ગુણને ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ ક્રમવાર કહીએ તોયે ચાલે. આમાં સત્ત્વગુણ નિર્મળ અને નિર્દોષ છે અને પ્રકાશ આપનાર છે, અને તેથી તેનો સંગ સુખદ નીવડે છે. રજસ્‌ રાગમાંથી, તૃષ્ણામાંથી પેદા થાય છે અને તે મનુષ્યને ધાંધલમાં નાખે છે. તમસનું મૂળ અજ્ઞાન છે. મોહ