ગીતાબોઘ - 10

  • 1.6k
  • 666

અધ્યાય દસમો સોમપ્રભાત ભગવાન કહે છે : ફરી ભક્તોના હિત સારુ કહું છું તે સાંભળ. દેવો અને મહર્ષિઓ સુધ્ધાં મારી ઉત્પત્તિ જાણતા નથી, કેમ કે મારે ઉત્પન્ન થવાપણું જ નથી. હું તેઓની, અને બીજા બધાની ઉત્પત્તિનું કારણ છું. જે જ્ઞાની મને અજન્મ અને અનાદિરૂપે ઓળખે છે તે બધાં પાપમાંથી મુક્ત થાય છે. કેમ કે પરમેશ્વરને એ રૂપે જાણ્યા પછી ને મનુષ્યની પાપવૃત્તિ રહી નથી શકતી. પાપવૃત્તિનું મૂળ જ પોતાને વિશે રહેલું અજ્ઞાન છે. જેમ પ્રાણીઓ મારાથી ઉત્પન્ન થયાં છે તેમ તેમના જુદા જુદા ભાવો, જેવા કે ક્ષમા, સત્ય, સુખ, દુઃખ જન્મમૃત્યુ, ભય-અભય વગેરે પણ મરાથી ઉત્પન્ન થયા છે. આ બધું