ગીતાબોઘ - 4

  • 1.9k
  • 1.1k

અધ્યાય ચોથો સોમપ્રભાત ભગવાન અર્જુનને કહે છે : મેં જે નિષ્કામ ક્રમયોગ તને બતાવ્યો તે બહુ પ્રાચીન કાળથીચાલતો આવ્યો છે. એ નવી વાત નથી. તું પ્રિય ભક્ત છે તેથી, ને હમણાં તું ધર્મસંકટમાં છે તેમાંથી મુક્ત રવા સારુ, મેં તને આ શીખવ્યો છે. જ્યારે જ્યારે ધર્મની નિંદા થાય છે અને અધર્મ ફેલાય છે, ત્યારે ત્યારે હું અવતાર લઉં છું ને ભક્તોની રક્ષા કરું છું. પાપીનો સંહાર કરું છું. આ મારી માયાને જે જાણે છે તે વિશ્વાસ રાખે છે કે અધર્મનો લાપ જ થવાનો છે. સાધુ પુરુષનો બેલી ઈશ્વર તો છે જ; તે ધર્મનો ત્યાગ નથી કરતો ને છેવટે મને પામે