હું રાવણ...

  • 15.6k
  • 1
  • 5.7k

રાવણ : એકપાત્રીય અભિનય (ધીમા ડગલા ભરતો એક યુવક રાવણના પરિવેશમાં સ્ટેજ પર આવે છે.) (બંને હાથ જોડી ઉપર તરફ જોઇને) જય શિવ શંકર! જય ગંગધારી! જય શ્રી રામ!...(બધાની સામું થોડીવાર જોઇને સ્ટેજની મધ્યમાં ગોઠવેલ સિંહાસન પર બેસે છે.) હું શિવભક્ત રાવણ! તમે એજ વિચારી રહ્યા છો ને કે ‘શ્રી રામ સાથે દુશ્મની કરી તેની સામે લડનાર રાવણ આજે તેનું નામ શા માટે લઇ રહ્યો છે. સદાય જે મુખમાંથી માત્ર તુમાખીભર્યા સ્વરો નીકળતા તે દસ મુખો ક્યાં ગયા? જેના અટ્ટહાસ્યથી ગગન ગુંજી ઉઠતુ તે આજે સાવ શાંત સ્વરમાં કેમ અત્યાર સુધી બોલી રહ્યો છે? તો તમે આજે વિચારવાનું બંધ કરી