ઉકેલ

(11)
  • 2.3k
  • 964

સવારે હજી આંખ ખુલે તે પહેલાં બારણાનો બેલ સંભળાયો. નિશા સફાળી પલંગમાંથી ઉભી થઈ. કોણ આવવાનું હતું ? મનમાં પ્રશ્ન થયો. દૂધવાળો પૈસા થેલીમાં હોવાથી નિયમિત દૂધ આપી જતો રહે છે. છાપાવાળો બારણામાં મૂકી જાય છે. ગાડી ધોવા આવવા માટે વિઠ્ઠલને હજુ આવવાની વાર છે. આટલી બધી દિમાગને તસ્દી આપવાની શું જરૂર ? જે હશે તે દેખાય એમ વિચારી બારણું ખોલવા ગઈ. જે વ્યક્તિ ૧૦ વર્ષ પહેલાં કોઈના પ્રેમમાં પડી અડધી રાતે રફુચક્કર થઈ ગયો હતો. એ હશે એવી તો કલ્પના પણ ન હતી. બારણું ખોલ્યું સામે નીલને ઊભેલો જોઈ નિશા આંખો ચોળવા લાગી.. ધડાધડ પ્રશ્નોની ઝડી વરસાવી, ” તું