ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 12

  • 2.8k
  • 1.5k

આંશીએ પોતાની આંખમાં રહેલાં આંસુને લૂછતાં, મનોમન હિમ્મત એકઠી કરીને દિવાલના સહારે બેઠી થઈ. મનમાં ચાલી રહેલાં જાતજાતના સવાલો અને દુઃખનું વમળ વધુને વધુ ઉગ્ર બની રહ્યું હતું. પોતાનાં જીવનમાં ખુશી ભરનાર એકમાત્ર અધિક જેને એ પોતાનું સર્વસ્વ માનતી હતી,એ એકાએક એનાં જીવનમાંથી ચાલ્યો ગયો. હાથમાં રહેલી ડાયમંડ રિંગ તરફ આંશીની નજર એકીટશે જોયા કરતી હતી. બંધ આંખે જાણે અધિક જમીન પર બેસીને એને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો હતો. ચોતરફ સુગંધિત ગુલાબનાં ફૂલ અને પ્રેમની સરવાણી એમાં ચાર ચાંદ લગાવી રહીં હતી. વર્ષો પહેલાં દિલનાં ભીતરમાં ક્યાંક સપનું જોયું હતું કે, કોઈ રાજકુમાર મારી જિંદગીમાં આવે અને મને બધાંની