બસ તું કહીશ એ કરીશ (ભાગ -૧૦)

  • 2.5k
  • 1.1k

"બસ તું કહીશ એ કરીશ"(ભાગ-૧૦)પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે.પ્રભાના પુત્ર ભાવિકને જોવા માટે સખી રેખા અને એની ભાણી ઈશિતા ઘરમાં આવે છે..હવે આગળ..રેખા બોલી:-" કોઈ સર્વન્ટ રાખ્યો છે! ઘરમાં તારા હસબંડ નથી?"પ્રભાવ આ જોઈને જલ્દી પોતાના રૂમમાં શર્ટ પહેરવા ગયો.પ્રભા બોલી:-" આ મારા હસબંડ છે. કપડાં ચેન્જ કરવા ગયા ત્યારે શર્ટ લેતા જવાનું ભૂલી ગયા લાગે છે. તમે બંને સોફા પર બેસો. હમણાં મારા હસબંડ આવશે.ક્યારના તમારા બંનેની રાહ જોતા હતા.પણ રેખા તારો હસબંડ આવ્યો નથી? પુરુષ પુરુષ વાતો કરે તો સારું લાગે."આ સાંભળીને રેખા હસીને ઈશિતા સામે જોયું.પ્રભા:-"તમે આરામથી સોફા પર બેસો.