રેવા

  • 1.9k
  • 3
  • 816

આજે નર્મદાશંકરનું મન ચકડોળે ચડ્યું હતું. તેમનાં ગુરુએ જ્યારે છેલ્લી દીક્ષા પરિવારમાંથી લેવાની વાત કરી હતી. નર્મદાશંકરને જમાતમાં આવ્યે પચાસ પચાસ વર્ષો વીતી ગયા છતાં પણ હજુ સુધી તેમનાં ગુરુ અને ગુરુભાઈઓને ખબર નથી કે, નર્મદાશંકર ઘરેથી કોઈને કહ્યાં વિના જ ઘરબાર છોડીને આવી ગયા છે અને આજ દિન સુધી પરિવારને નર્મદાશંકર ક્યાં છે તેની કોઈ જ જાણ નથી કે નર્મદાશંકરે કદી પોતાનાં પરિવારને જાણ કરવાનો કે વાત કરવાનો પ્રયત્ન જ કર્યો નથી. હવે જયારે મોક્ષ પ્રાપ્તિ માટે અંતિમ દીક્ષા પરિવાર પાસેથી લેવાની વાત થઈ ત્યારે નર્મદાશંકરને શું કરવું તે સમજાતું નથી. કેવી રીતે ગામમાં જઈશ ? મારી માતા, પત્નિ