દત્તક - 2

  • 3k
  • 1.8k

ઉર્મિલા અને મનસુખ સુરજ ઉપર પેટના જણ્યાની જેમ પ્રેમ પાથરવા લાગ્યા.સમયની ગાડી મસ્ત મજાની કિલ્લોલ કરતી દોડી રહી હતી. રોજ સાંજ પડે ને ઉર્મિલા સૂરજની રાહ જોતી બારણે ઉભી જ હોય. સુરજના આવતા જ ત્રણે જણ સાથે બેસીને વાળુ કરતા.વાળુ કરીને થોડીક વાર અલક મલકની વાતો કરતા.અને પછી સુરજ રાજપરા ચાલ્યો જતો.આ એમનો નિત્યક્રમ બની ગયો હતો. દર શનિવારે સૂરજ હાલોલ પોતાના ગામ ચાલ્યો જતો.અને એટલે તે શની રવિએ આવતો નહીં.એટલે આ બે દિવસ ઉર્મિલા માટે બહુ જ કપરા જતા. આ બે દિવસ જાણે એના ચેહરા પરની રંગત ઉડી જતી.અને સોમવારે સાંજે જ્યારે એ સૂરજને જોતી ત્યારે જ એના ચહેરા