હરી હરી અભયમ કૃષ્ણા!

  • 1.8k
  • 1
  • 884

હરી હરી અભયમ કૃષ્ણા!( ધર્મરાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્ર તરફથી કૌરવો સાથે જુગાર રમવાની આજ્ઞાને ઠુકરાવી ના શક્યા અને તેમણે પોતાની એટલે કે, પાંડવો જુગાર રમવાની સંમતિ દર્શાવી દીધી. બે દિવસ પછી હસ્તિનાપુરની રાજસભામાં પાંડવો-કૌરવો વચ્ચે ચોસઠનો જુગાર રમાવાનું નક્કી થયું. )દ્વારિકામાં તે જ દિવસે દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ પોતાના ધ્યાન કક્ષમાં ધ્યાનમાં બેઠેલા હતા. રૂક્ષ્મણી તે જ ખંડમાં એક તરફ બનાવેલા નાના વિષ્ણુમંદિરમાં નારાયણની પૂજા કરી રહ્યા હતા. એવામાં અચાનક કૃષ્ણનું ધ્યાન તૂટ્યું. શ્રીકૃષ્ણ એ જોયું કે, અરે ! આ શું થવા જઈ રહ્યું છે. તેમણે આંખો ખોલી તો તેમના ચહેરા પર બેચેની હતી. રૂક્ષ્મણી આ જોઈ ગયા. તે શ્રીકૃષ્ણ પાસે આવ્યા