નાટક કૂતરાં, કાર, કવર

  • 10.3k
  • 3.5k

આ એક હાસ્ય નાટિકા છે. લાલિયો સારી સોસાયટીમાં જન્મથી રહેતો, અમુક સિવીક સેન્સમાં માને છે. એની પ્રેમિકા ધોળી તો પછાત, શેરીનાં વાતાવરણમાંથી આવે છે. બંનેને બેસવા કારનું છાપરું જોઈએ. તેનું હાસ્ય સભર નાટક. વાંચીને પ્રતિભાવ જરૂર આપો. *** (આ નાટીકા શ્રાવ્ય વધુ છે. રેડિયો નાટકમાં લઈ શકાય. એ સિવાય મહોરું પહેરી કૂતરા-કુતરીનો વેશ કરી શકાય. વાંચીકમ પણ થઈ શકે. ) પડદો ખૂલતાં સોસાયટીની શેરીનું દૃશ્ય નજરે પડે છે. ચાર પાંચ ભવ્ય કાર ઉભી છે. લાલિયો કૂતરો અને ધોળી કુતરી કૂદતાં કૂદતાં શેરીમાં દાખલ થાય છે. લાલિયો (પૂંછડી પટપટાવતો) : આવતી રહે મારી વાલુડી?’ ગરર... ધોળી : ના ના નહિ આવું…