દત્તક - 1

  • 4.8k
  • 2.4k

( વાચક મિત્રો. આ વખતે ઍક ઈમોશનલ વાર્તા લઈને આવ્યો છુ. ઇન્શાલ્લાહ ગમશે.) સાંજે પાંચેક વાગ્યાના સુમારે ઉર્મિલાબેન અને મનસુખભાઈ ચા પીતા પીતા અલકમલક ની વાતો કરતા બેઠા હતા.અચાનક ઉર્મિલાએ કહ્યુ "માઠુ ન લગાડો તો એક વાત કહુ?" "હા કે ને મારી વાલી." મનસુખ અને ઉર્મિલા પચાસ વટાવી ચૂકેલુ આધેડ દંપતિ હતુ.વડોદરામા પોતાના વિશાળ બંગલામાં એકલા જ રહેતા હતા.નિસંતાન હતા.એક નોકર હતો ગભો.જે ઘરની સાફ-સફાઈ કરતો. કોઈક કામસર આઘો પાછો થઈ ગયો હોય અને બંને એકલા જ હોય.ત્યારે મનસુખ પ્રેમથી ઉર્મિલા ને ક્યારેક *વાલી*તો ક્યારેક ફક્ત*ઊર્મિ*કહીને સંબોધતો હતો. મનસુખને ટ્રાન્સપોર્ટ નો નાનો એવો બિઝનેસ હતો.ત્રણ છોટા હાથી હતા. ત્રણેય ઉપર