દંડવત સહેલા નથી

  • 11.3k
  • 4.2k

જીવનમાં ભણતર અને જ્ઞાન કેટલું જરૂરી છે એની ખબર આપડે વિપરીત પરિસ્થિતિમાં અનુભવવા થાય છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ વચ્ચે સકારાત્મક રહેવું એ ખુબજ અઘરી અને મોટી વાત હોય છે. આજના આ પ્રતિસ્પર્ધાના યુગમાં માણસે ટકી રહેવું હોય તો સકારાત્મક દૃષ્ટિકોણ જોઈએ. મનુષ્ય જીવનમાં સકરાત્મકતા અને સકારાત્મક દૃષ્ટિકોણ કેટલો મહત્વનો હોય છે એ આ એક નાનકડા પ્રસંગ પરથી જોવા મળે છે. એક ગામના શિક્ષિત મુખી (મુખી એટલે ગામના મુખ્ય વ્યક્તિ) પોતાનાં નિવૃત્ત જીવન દરમિયાન રોજ નિયમિત રીતે મંદિરે દર્શન કરવાં જાય, સાંજે મંદિરની આરતી કરે અને પ્રભુનો પ્રસાદ લઇને ઘરે બધાને આપે. આ એમનો રોજ બરોજનો ક્રમ. એમનો એક ધ્યેય હતો