બસ તું કહીશ એ કરીશ (ભાગ -૮)

  • 2.3k
  • 966

"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૮) પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે. હવે આગળ.. પ્રભાવ ભાવિકને ફોન કરવા ગયો ત્યાં પ્રભાવના મોબાઈલ પર કોલ આવ્યો. પ્રભાવે ફોન ઉપાડ્યો. " હેલ્લો કોણ?" સામેથી એક મહિલાનો મધુર અવાજ સંભળાયો. "હેલ્લો, પ્રભાવજી બોલો છો?" પ્રભાવ:-" હેલ્લો, હા બોલો. હું પ્રભાવ. આપ કોણ બોલો છો? શું કામ છે?" મહિલા અવાજ:-" ધીરે ધીરે.. કહું છું.આપને આપના સુપુત્ર માટે યોગ્ય પાત્ર મળી ગયું છે?" પ્રભાવ:-" પહેલા તમે કહો કે આપ કોણ બોલો છો? " મહિલા અવાજ:-" હું દયા." આટલું બોલે છે ત્યાં પ્રભાવ ખુશ થઈ ને બોલ્યો:-" ઓહોહો દયા ભાભી!