ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 8

  • 3.1k
  • 3
  • 1.7k

ઉંડો શ્વાસ ભર્યો અને હિમ્મત એકઠી કરીને એણે ડાયરી શોધી. એ ઘરમાં રહેલી યાદોં સાથે વધારે સમય એકલા પસાર ન કરતાં એ ઝડપભેર બહાર નીકળી ગયો. હાથમાં રહેલી ડાયરી સાથે અભિમન્યુ પોતાની ગાડીને પાર્કિંગમા રાખી હોસ્પિટલમાં પ્રવેશ કર્યો. આંશીના રૂમમાં પ્રવેશ કરતાં એનાં પગ બે ઘડી ત્યાં જ અટકી ગયાં. હાથમાં રહેલી ડાયરી અને પલંગ પર નિસ્તેજ હાલમાં મૌન બનીને સુતેલી આંશી વચ્ચે દસ પગલાંની દુરી હતી. એ દુરી અભિમન્યુને પોતાનાં ભુતકાળમાં વધુને વધુ ગરકાવ બનાવી રહીં હતી. " આંશી સવાલ કરશે પણ એનો જવાબ હું શું આપીશ ? હું મારા કામમાં નિષ્ફળ ગયો ! મેં અધિકનુ ધ્યાન ન રાખ્યું."