કલ્મષ - 18

(37)
  • 2.8k
  • 1
  • 1.7k

પોતે આટલી સરળતાથી અતીતની કબૂલાત કરી શકશે એવું તો વિવાને ધાર્યું ન હતું. પોતાને જ ક્યારેક લઘુતાગ્રંથિથી ઘેરી મૂકતા કામની વાત ઈરાને કહેવી કઈ રીતે એ પ્રશ્ન તો ઘણીવાર પજવી જતો. એ માટે જવાબ પણ હાથવગો હતો. ઇરા સાથે કદાચ જિંદગીમાં ફરી મુલાકાત જ ન થાય તો પછી આ બધી વાતનો ક્યાં ઉલ્લેખ જ થવાનો ? પોતાનો જ એ જવાબ શાંતિ તો આપતો પણ ક્ષણભર માટે. એ ઉત્તર સાથે જ મનમાં એક કસક ઉદભવત . ઇરા હવે જિંદગીમાં ક્યારેય નહીં મળે ?અને ઈરાનું આમ અચાનક આવી ચઢવું. આ સમય આવશે અને એ પણ આટલો જલ્દી એવી કોઈ ધારણા મનમાં નહોતી.