સથવારો.....સંબંધો ભાગ્યનાં - 4

(11)
  • 2.6k
  • 1.5k

આગળની સફર ●●●●○○○○○●●●●●○○○○○●●●●●○○○○○ લક્ષ્મી ધીમા પગલે પાછી ગઈ પણ સાકરની હાલત એવી હતી, જાણે રાની પશુઓની વચ્ચે નાનું હરણનું બચ્ચું.એને ઘણું કહેવું હતું ખુલાસા આપવા હતાં અને જવાબ માંગવા હતાં,પરંતું એની વાચા જ હણાઈ ગઈ હતી.આ ઘરે ક્યારેય એને બોલવાનો મોકો આપ્યો જ નહોતો. માએ તેને વાળ પકડી ,ખેંચીને ઓરડામાં પુરી દીધી.એક તરફ લક્ષ્મી અજંપામાં જાગતી રહી અને બીજી તરફ સાકર. મોટાભાઈઓ ખેતરથી આવ્યાં અને રાતભર સંતલસ ચાલી.સવાર પડતાં જ નિર્ણય લેવાઈ ગયો હતો. સવારે કાનજી અને લક્ષ્મી ને બોલાવવામાં આવ્યાં..માએ કીધું " જો કાનજી તારાં ને મારાં અંજળપાણી ખુટી ગ્યાં.આજ પછે વે'વાર પુરો""અમે અમારી છોડીનું સગપણ નાનજી હારે ગોઠયવું