રાઈનો પર્વત - 7 - છેલ્લો ભાગ

  • 7.4k
  • 3
  • 2.6k

અંક સાતમો  પ્રવેશ ૧ લો સ્થળઃ વીણાવતીના મહેલથી કનકપુર જવાનો માર્ગ. [જગદીપ અને દુર્ગેશ વાતો કરતા પ્રવેશ કરે છે] દુર્ગેશઃ એમાં કોઇ સંદેહને અવકાશ જ નથી. રાજપુરુષો અને પ્રજાના અગ્રેસરોએ સર્વત્ર એ જ ઇચ્છા પ્રદર્શિત કરી છે કે જગદીપદેવ રાજગાદીએ બેસે. જગદીપઃ કોઇનો ભિન્ન મત સાંભળ્યો જ નથી? દુર્ગેશઃ માત્ર એક જ માણસને ભિન્ન મત જાણવામાં આવ્યો છે, અને તે માણસ તે બીજું કોઇ નહિ પણ શીતલસિંહ છે. જગદીપઃ શીતલસિંહ ! કેવું આશ્ચર્ય ! શીતલસિંહ તો મારો ખરો વૃતાન્ત સવારીની આગલી રાત્રે મારે મોઢેથી સાંભળ્યા પછી મને કહેલું કે 'આપ રાજા થવા યોગ્ય છો' અને મને વિનંતિ કરેલી કે 'મને