ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 7

  • 3.1k
  • 2
  • 1.6k

અભિમન્યુએ રૂમમાં ચોતરફ નજર કરી અને દરેક દિવાલ પર અધિક અને આંશીના યાદગાર ફોટા વડે દિવાલને શણગારવામાં આવી હતી. આ ફોટા જોતાં કોઈ પણ મજબુત મનનાં વ્યક્તિની આંખમાં પણ આંસુ લાવી શકે. આ ફોટા જોઈ અને અભિમન્યુને એટલું દુઃખ થઈ રહ્યું હતું તો, આંશી પર આવી પડેલાં દુઃખની કલ્પના માત્રથી અભિમન્યુને ભીંતરથી દુઃખની લાગણી સાથે ગુસ્સો પણ આવી રહ્યો હતો. " અધિક પર હુમલો થવાનો હતો, એનાં પર મેં કેમ ધ્યાન ન આપ્યું ? હું શું કામ એની સાથે હોટલમાં ન ગયો ? હું જો હોટલમાં ગયો હોત તો, કદાચ આજે અધિક આપણી વચ્ચે હોત. " અભિમન્યુએ દિવાલ પર જોરથી