ગંધ સુગંધ

  • 2.9k
  • 1k

ગંધ...સુગંધપંદર વર્ષ પછી ગામમાં પગ મુક્યો હતો,આવતાં જ એ તીવ્ર ગંધ નાકમાં પ્રવેશી એનું માથું ચકરાવા લાગ્યું, જે ગંધ જિંદગીનો ભાગ હતી એનાથી આટલો અણગમો થઈ જશે મનને અને શરીરને પણ એવું વિચાર્યું ન હતું.એણે તરત જ માસ્ક લગાવ્યું. એ કસબાની શીકલ જરૂર બદલાઈ હતી હ્રદય એજ હતું.એનો નાનકડો પરિવાર મા-બાપને પોતે.બાપ વહાણવટું કરે એટલે મહીનાઓ બહાર રહે.ગામનાં મોટાભાગનાં ઘરમાં એવું જ બાળકો માની ઓથમાં જ મોટા થતાં,અને બાપની ગેરહાજરીથી પરિપક્વ પણ જલ્દી થતાં જગન જ્યારે દરીયો ખેડીને આવતાં ,એની પાસે કિંમતી સામાનનો ઢગલો થઈ જતો,એ દિવસો ઉત્સવ જેવાં રહેતાં આ વાતાવરણથી વિપરીત જગનને વાંચવાનો બહું શોખ, એટલે એને પુસ્તક