આઇલેન્ડ - 54

(42)
  • 3.5k
  • 4
  • 2k

પ્રકરણ-૫૪. પ્રવીણ પીઠડીયા. “તમે લોકોએ મને અહી જોવાની આશા નહી રાખી હોય. અને હોય પણ ક્યાંથી…! તમે લોકો હજું બચ્ચાઓ છો. કિસ્મત જોગે આ ખેલમાં શામેલ થઈ ચૂક્યાં છો એટલે હવે તમારે સચ્ચાઈ જાણવી જરૂરી છે. ખાસ તો રોની તારે…” શ્રેયાંશે મને ઉદ્દેશીને કહ્યું. મને તેનું ખાસ આશ્વર્ય ઉદભવ્યું નહી કારણ કે હું તેના ઘરમાં ઘુસ્યો હતો અને તેની તિજોરી ખોલી હતી એ હકીકતનો તેને ખ્યાલ આવ્યો જ હશે એ બાબતે મને કોઈ શંકા નહોતી. હું અધૂકડો બેઠો થયો. મારુ શરીર તૂટતું હતુ અને પેટમાં લોચા વળતા હતા. વિક્રાંતનાં ભારેખમ બૂટની ઠોકરોએ મને રીતસરનો ધમરોળી નાંખ્યો હતો. બીજો કોઈ સમય