આઇલેન્ડ - 53

(37)
  • 3.8k
  • 4
  • 2k

પ્રકરણ-૫૩. પ્રવીણ પીઠડીયા. દેવ બારૈયાને જાણે લોટરી લાગી હતી. તેણે વર્ષોથી ખોવાયેલું વેટલેન્ડ જહાજ શોધી કાઢયું હતું એની ખૂશી તેના ચહેરા ઉપર સાફ ઝળકતી હતી. પરંતુ તે એ નહોતો જાણતો કે એ ખૂશી જાજો ટાઈમ ટકવાની નથી. વેટલેન્ડ જહાજની હકીકત જ્યારે સામે આવશે ત્યારે તેની આંખો ફાટી જવાની હતી અને એ બહુ જલદી થવાનું હતું. ----- વિક્રાંત અને ડેનીને જોઈને માનસાને જબરજસ્ત આંચકો લાગ્યો હતો. તે એ બન્ને તરફ આગળ વધી હતી અને હું તેની પાછળ દોરવાયો. મને એક વાત બરાબર સમજાઈ હતી કે તેઓ અમથા તો આવ્યાં નહી હોંય. જરૂર તેઓ ક્લબમાં થયેલા બખેડાનો બદલો લેવા મારી પાછળ આવ્યાં