આઇલેન્ડ - 49

(44)
  • 3.8k
  • 2
  • 1.9k

પ્રકરણ-૪૯. પ્રવીણ પીઠડીયા. “કેવી બાજી…?” ધડકતા હદયે માનસાએ પૂછયું. “જેમ્સ કાર્ટર, એટલે કે તારા વડ દાદાનો જમાઈ, એટલે કે મારા દાદાનાં પિતાનો ફૂવો… તેણે વિજયગઢનાં દુશ્મનો સાથે હાથ મેળવીને વિજયગઢને પાડયું હતું. પછી તેણે એ લોકો સાથે પણ ગદ્દારી કરી હતી અને તેમને રણભૂમીમાં જ મરાવી નાંખ્યાં હતા. એ સાથે જ સમગ્ર વિજયગઢ તેના કબજામાં આવી પડયું હતું પરંતુ… બન્યું એવું કે વિજયગઢ પર આક્રમણનાં સમાચાર સાંભળીને વિજયગઢની મહારાણી દમયંતી દેવી રાજ્યનો ખજાનો લઈને ભાગ્યાં હતા. કાર્ટરને એની જાણ થતા તે તેની પાછળ ગયો હતો અને યેનકેન પ્રકારે એ ખજાનો હાસલ કર્યો હતો. એ ખજાનો ખરેખર તો બ્રિટિશ રાજ્યકોષમાં જમાં