આઇલેન્ડ - 47

(43)
  • 3.3k
  • 4
  • 2k

પ્રકરણ-૪૭. પ્રવીણ પીઠડીયા. કમરો શાનદાર હતો. અને કેમ ન હોય, વેટલેન્ડનો સૌથી ધનિક અને સૌથી પાવરફૂલ આદમી તેમા રહેતો હતો. શ્રેયાંશ જાગીરદાર એ નામ જ કાફી હતું તેની ઓળખાણ માટે. પાછલાં ઘણા વર્ષોથી… એમ સમજોને કે વેટલેન્ડની ઉત્પત્તીથી જાગીરદાર કુટુંબ વેટલેન્ડમાં એકહથ્થું સાશન ભોગવતું હતું એવું કહેવામાં કોઈ અતી-શયોક્તિ નહોતી. કાયદેસર રીતે તે એક એમએલએ હતો પરંતુ સત્તા કોઈ મહારાજા જેટલી ભોગવતો હતો. લોક વાયકાઓ તો એવી પણ વહેતી હતી કે તેના પૂર્વજોએ જ વેટલેન્ડની નિંવ રાખી હતી. મતલબ કે એક વખતનાં નિર્જન ટાપૂને વેટલેન્ડ જેવા અફલાતૂન, બહેતરીન નગરમાં તબદિલ કરવામાં જાગીરદાર કુટુંબનો સિંહ ફાળો હતો. આવું તો ઘણું મેં