આઇલેન્ડ - 42

(38)
  • 3k
  • 2
  • 1.9k

પ્રકરણ-૪૨. પ્રવીણ પીઠડીયા. “પેટી ખોલ..” વસંત માડુએ તેના માણસને હુકમ કર્યો. એ ધમલો જ હતો જે થોડીવાર પહેલા પેટીઓને જોઈને કોઈ અડીયલ ઘોડાની જેમ ઉભો રહી ગયો હતો. તેણે આજ પહેલા આવી મોટી અને એકદમ નવી નક્કોર પેટીઓ ક્યારેય જોઈ નહોતી એટલે આશ્વર્ય પામવું સ્વાભાવિક હતું. એ સમયે તો માડુએ તેને ધમકાવી નાખ્યો હતો અને કામે ચડવાનું કહ્યું હતું. જ્યારે અત્યારે તે ખૂદ જ કામ અટકાવીને પેટીઓ ખોલવાનું કહેતો હતો. ધમલો ખચકાયો અને તેણે ખભે ચડાવેલી પેટી નીચે મૂકી માડુ સામે જોતો ઉભો રહ્યો. તેને લાગ્યું માડુનું દિમાગ એકાએક ફરી ગયું છે. એ દરમ્યાન ખટારો લઈને આવેલો ડ્રાઈવર દોડતો તેની