આઇલેન્ડ - 40

(40)
  • 3k
  • 3
  • 2k

પ્રકરણ-૪૦. પ્રવીણ પીઠડીયા. પીટર ચકરાવામાં પડયો. ખાલીખમ વિજયગઢ એકાએક તેને ખાવા ધાતું હોય એવી બેચેની તેના જીગરમાં ઉમટી. એ સમયે જ તેણે ખણખોદ આદરી અને ટૂંક સમયની અંદર જ તાળો મેળવ્યો હતો કે નગરમાં આવેલા રૂદ્રદેવનાં મંદિરમાં થોડા સમય પહેલા કંઈક ભેદી હલચલ થઈ હતી. એ સમાચારે તેના માંહ્યલામાં હજ્જારો દિવાઓ ઝગમગ્યાં હોય એવી ખૂશી ભરી દીધી હતી. તેના કાને ખબર પહોચ્યાં હતા કે જે દિવસે વિજયગઢ પડયું એ રાત્રે નગરનાં મંદિરમાં કેટલાક રહસ્યમય માણસો એકઠા થયા હતા અને કશીક ગતીવીધી ચાલતી હતી. તેણે તુરંત એ બાબતની છાનબીન શરૂ કરી અને ગણતરીનાં થોડા સમયની અંદર જ જાણકારી હાસલ થઈ હતી