આઇલેન્ડ - 38

(42)
  • 3.1k
  • 4
  • 2k

પ્રકરણ-૩૮. પ્રવીણ પીઠડીયા. “સબૂર… એ મારો શિકાર છે.” કાર્ટર ગર્જી ઉઠયો હતો અને તેણે તેના સિપાહીઓને રોક્યાં હતા. તલવાર બાજીમાં તે એક્કો હતો, સામે વેંકટો પણ કંઈ કમ નહોતો. તે બન્નેની તલવારો વિજળીનાં ચમકારાની જેમ ચમકતી હતી. પહેલો વાર કાર્ટરે જ કર્યો હતો. “ખનનનન્…” તલવારોનાં આપસમાં ટકરાવાનો ભયંકર અવાજ થયો અને ચમકારા મારતાં તિખારાઓની બૌછાર ઉડી. એ સાથે જ કાર્ટરનાં હાથમાં ભયાનક થડકો લાગ્યો અને આપોઆપ તે પાછળ ધકેલાયો. ઘડીક તો એવું લાગ્યું જાણે તેના હાથ ઉપર કોઈએ ભારેખમ હથોડો ઝિંકી દીધો છે. તેણે વેંકટા રેડ્ડી જેવા ભિમકાય વ્યક્તિ સાથે તલવાર યુધ્ધ છેડયું હતું એ કંઈ ખાવાનાં ખેલ નહોતું. એ