આઇલેન્ડ - 35

(42)
  • 3.2k
  • 2
  • 2k

પ્રકરણ-૩૫. પ્રવીણ પીઠડીયા. દમયંતી દેવીની આંખોમાં ખૌફ ઉભરાતો હતો. વેંકટાનાં દેદાર જોઈને જ તેમનાં મોતિયા મરી ગયા હતા અને પોતાનું મોત નજરો સામે નાચતું દેખાયું. પરંતુ… તેમના ઘોર આશ્વર્ય વચ્ચે વેંકટો થોભ્યો હતો અને તેણે તેની તલવાર હેઠી કરી હતી. “હું ઓરતો ઉપર હાથ ઉઠાવતો નથી એટલે તમને જીવિત જવા દઉં છું, બાકી આપે જે કર્યું છે એની સજા મોત સિવાય બીજી હોઈ જ ન શકે. આ સામે…” તેણે હાથ ઉંચો કરી તલવારની અણીએ જંગલની બહાર જતી કેડી ચિંધી. ”અવંતીપૂરમનો મારગ દેખાય છે. આપ સકુશળ જઈ શકો છો.” વેંકટાનાં અવાજમાં એક ન સમજાય એવી ધાર હતી જે દમયંતી દેવીને છેક