આઇલેન્ડ - 34

(43)
  • 3.3k
  • 2
  • 2.2k

પ્રકરણ-૩૪. પ્રવીણ પીઠડીયા. મારું માથું ચકરાતું હતું. માનસા મારી નજદિક, મારાં ખભાનો ટેકો લઈને ઉભી હતી. તેનાં હાથમાં સળગતી મિણબત્તીનો માંદલો પ્રકાશ કમરાની ભયાનકતા કમ કરવાને બદલે ઓર વધારી રહ્યો હતો. પાછળની દિવાલે અમારા પડછાયા કોઈ ભૂતની જેમ નાચતાં હતા અને અમને જ ડરાવી રહ્યાં હતા. મને લાગ્યું જાણે જીવણાની ખોલીમાં પથરાયેલો રાતનો સન્નાટો ઓર ગહેરો બન્યો છે. છતમાં મઢેલા પતરાં ઉપર તડાતડી બોલાવતાં વરસાદનાં પાણીનાં છાંટાઓનો અવાજ છાતીમાં વિચિત્ર સ્પંદનો પેદા કરતો હતો. અને… મારાં હાથમાં ધ્રૂજતું પૂસ્તક, તેના પાના ઉપર લખાયેલા, લગભગ ભૂંસાવાની અણી ઉપર આવેલા શબ્દો, મારા હદયનાં પોલાણમાં ધડબડાટી બોલાવતાં હતા. હું કોઈ મૂઢ વ્યક્તિની જેમ