આઇલેન્ડ - 33

(47)
  • 3.3k
  • 2
  • 2.2k

પ્રકરણ-૩૩. પ્રવીણ પીઠડીયા. સાર્જન્ટ પીટર એન્ડરસન ભારે બેચેનીથી તેની કોટડીમાં આંટા મારી રહ્યો હતો. બધું પ્લાન મુજબ જઈ રહ્યું હતું છતાં કોણ જાણે કેમ તેને ચેન નહોતું પડતું. કંઈક હતું જે મનમાં ખટકી રહ્યું હતું. પરંતુ એ શું હતું એ સ્પષ્ટ થતું નહોતું. એક ખાસ મકસદથી તેને વિજયગઢ મોકલવામાં આવ્યો હતો જે તેણે બખૂબી પાર પાડયો હતો. બ્રિટિશ હુકુમતની હેડ ઓફિસમાં જ્યારે તેને બોલાવવામાં આવ્યો અને કર્નલ જેમ્સ કાર્ટર સાથે તેની પહેલી મુલાકાત થઈ ત્યારે જ તે સમજી ગયો હતો કે તેનો ઉપયોગ જરૂર કોઈ ઉંચી ’ગેમ’ મા ટે થવાનો છે. એ ગેમ શું હતી તેની વિગતવાર સમજણ કર્નલ કાર્ટરે