આઇલેન્ડ - 32

(46)
  • 3.3k
  • 4
  • 2.1k

પ્રકરણ-૩૨. પ્રવીણ પીઠડીયા. એ તિલસ્મી ઘટના ગણો કે પછી વેંકટાએ આત્મસાત કરેલી દૈવી શક્તિઓનો ચમત્કાર, તેણે છોડેલું તીર સીધું જ સૌથી પાછળ ચાલતાં સૈનિકની ખોપરી વિંધી ગયું હતું અને તે નીચે ખાબક્યો હતો. એ હૈરતઅંગેજ ઘટનાથી કમ નહોતું કારણ કે તે પડયો ત્યારે સહેજે અવાજ થયો નહોતો. વેંકટાએ બીજું તીર છોડયું અને બીજો સૈનિક વિંધાયો. એમ એક પછી એક… એક-એક કરતાં પાછળ ચાલતાં બધા જ સૈનિકોનો વેંકટાનાં તીરથી વિંધાઈને જંગલની ભયાનકતામાં સમાઈ ગયા હતા. અને એથી પણ વિસ્મયકારક એ હતું કે તેનો સહેજે ભણકારો અંદાજ આગળ ચાલતાં હુકમસિંહનાં કાને પડયો નહોતો. હુકમસિંહ સહીત બીજા લોકોને ખ્યાલ જ આવ્યો નહોતો કે