પ્રકરણ-૩૧. પ્રવીણ પીઠડીયા. ચોધાર આસુંએ શંકર રડતો હતો. ખબર નહી કેટલો સમય એજ અવસ્થામાં બેસીને તે આસું સારતો રહ્યો હશે. તે જનમ્યો ત્યારથી રુદ્ર દેવનાં ખજાનાની અવનવી કહાનીઓ લોક મોઢે સાંભળતો આવ્યો હતો. એ કહાનીઓમાં કોઈને વિશ્વાસ હોય કે ન હોય પરંતુ તે દ્રઢપણે માનતો હતો કે મંદિરમાં ખજાનો છે જ. એનું કારણ તેની રૂદ્ર દેવ ઉપરની અપાર આસ્થા હતી. એ શ્રધ્ધા આજે ફળી હતી. તેની નજરો સામે શુધ્ધ સોનાથી બનેલા અસંખ્ય શિવ લિંગોનો ઢગલો પડયો હતો. આટલી મોટી સંખ્યામાં શિવ લિંગોને જોઈને તે ભાવ-વિભોર બની ગયો હતો. તેના અંતરમાં આપમેળે જ લાગણીઓનું ઘોડાપૂર ઉમટી પડયું હતું અને તેની આંખો