આઇલેન્ડ - 24

(47)
  • 4.3k
  • 4
  • 2.7k

પ્રકરણ-૨૪. પ્રવીણ પીઠડીયા. અડધી રાતનો સૂનકાર સમગ્ર હોસ્પિટલમાં છવાયેલો હતો. ક્યાંક કોઈક દર્દીનાં કણસવાનાં અવાજ સિવાય બીજો કોઈ જ શોર બકોર સંભળાતો નહોતો. હોસ્પિટલનાં પ્રાંગણમાં જગતી લાઈટનાં પ્રકાશમાં વરસતાં વરસાદનાં ફોરા આકાશમાંથી ખરતાં તારલિયા જેવો ભાસ ઉભો કરતાં હતા. મેં પાણીથી લથબથ પલળેલી બાઈકની સીટ ઉપર જામેલું પાણી હાથેથી સાફ કર્યું અને તેની ઉપર સવાર થયો. વરસાદ હજું પણ તેની ગતીથી વરસ્યે જતો હતો પરંતુ અત્યારે તેની તિવ્રતાં થોડી ઓછી થઈ હતી. તેમ છતાં ફક્ત બે જ મિનિટમાં હું પલળી ગયો હતો. આમ તો જો કે સાંજથી જ પલળેલી હાલતમાં હું રખડી રહ્યો હતો એટલે હવે તેનો કોઈ ફરક પડવાનો