આઇલેન્ડ - 18

(45)
  • 4.1k
  • 3
  • 2.9k

પ્રકરણ-૧૮. પ્રવીણ પીઠડીયા. આકાશમાં કાળા ઘનઘોર બિહામણા વાદળોનાં ધાડેધાડા ઉમટી પડયા હતા અને સમગ્ર નભને પોતાની આગોશમાં સમાવી લીધુ. વાદળોનાં આપસમાં ટકરાવથી ઉત્પન્ન થતા ગર્જનાભર્યા અવાજોથી એવું લાગતું હતું કે આજે જરૂર ભયંકર તોફાન આવશે. છેલ્લા એક અઠવાડિયાથી અવીરત વરસતાં ધોધમાર વરસાદ અને કાતિલ ઠંડા પવનોનો મારો ઝેલીને ગાંડોતૂર બનેલો સમૃદ્ર પણ આજે પરવાન ચઢયો હતો અને જાણે સમગ્ર ધરતીને પોતાના પેટાળમાં સમાવી લેવા માંગતો હોય એમ તેના કિનારા વળોટીને જમીનમાં અંદર સૂધી ધૂસી આવ્યો હતો. એવા સમયે બંદર પર સન્નાટો પથરાઈ ચૂકયો હતો. વસંત માડુએ બંગરગાહ ઉપર ખતરાનું લાલ સિગ્નલ આપ્યું હતું અને ત્યાં કામ કરતાં થોડાક માણસોને છોડીને