આઇલેન્ડ - 16

(48)
  • 4.3k
  • 1
  • 2.8k

પ્રકરણ-૧૬. પ્રવીણ પીઠડીયા. “બાબી, હજું કહું છું… ગન પાછી આપી દે. એ ઉપાધી કરાવશે.” ઘરે આવ્યાં બાદ ભીના કપડા બદલાવીને ઉભડક જીવે હું જમ્યો હતો. જમીને બાબીને મારી રૂમમાં લઈ આવ્યો હતો. એ સમગ્ર સમય દરમ્યાન બાબી તો એવી રીતે વર્તી રહ્યો હતો જાણે કશું થયું જ ન હોય. મને એ જ બીક હતી. ડેની અને વિક્રાંત જેવા માથા ફરેલ છોકરાઓ સાથે જે પંગો અમે લીધો હતો એ આસાનીથી પતવાનો નથી એનો મને ખ્યાલ હતો. તેમા વળી બાબીનાં હાથમાં ગન આવી હતી એ વાંદરાને નિસરણી મળવા બરાબર હતું. હવે તે એ ગન આખા ગામમાં બતાવતો ફરશે અને ગમે તેને દબડાવશે