આઇલેન્ડ - 10

(57)
  • 4.2k
  • 1
  • 3.1k

પ્રકરણ-૧૦. પ્રવીણ પીઠડીયા. એ ભયંકર હતું, અસંભવ અને અવિશ્વસનિય હતું. જીવણાનાં જીર્ણ-ક્ષિણ અને કૃશ શરીરમાં એકાએક જ જીવ આવ્યો હોય એમ તેનાં શરીરે ઝટકો ખાધો અને તેની આંખો ખૂલી હતી. એ દ્રશ્ય ભલભલાનાં હાજા ગગડાવી નાંખવા પૂરતું હતું. કોઈ વર્ષો પૂરાણી કબરમાં સૂતેલો ખવિસ એકાએક જાગી ઉઠે એમ જીવણો જાગ્યો હતો અને તેના નિષ્પ્રાણ દેહમાં એકાએક જીવ પ્રગટયો હતો. તેનો હાથ આપોઆપ જ ઉંચકાયો અને છાતી ઉપર મૂકાયો હતો. તેની આંગળીનાં ટેરવે કશુંક ભિનું, ચીકણું પ્રવાહી ચોંટયું. એ સાથે અચાનક જ તેની છાતીમાં ભયંકર દર્દનું ઘોડાપૂર ઉમડયું. તેને સમજાયું નહી કે એ દર્દ શેનું છે, કેમ તેની આંગળીઓ તેના પોતાનાં